*સિધ્ધપુરની પ્રાથમિક કુમાર શાળા નંબર- 1, તેમજ પ્રાથમિક કન્યા શાળા નંબર -2 ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી સમારોહ યોજાયો**મહેમાનો અને શાળાના શિક્ષકોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.*તા-28-6-24ને શુક્રવારે સવારે 10 કલાકે પ્રાથમિક કુમાર શાળા નંબર- 1, તેમજ પ્રાથમિક કન્યા શાળા નંબર -2 સિદ્ધપુર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં આંગણવાડી, બાલ વાટિકા, ધોરણ-1 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને બેગ, મફત પાઠ્યપુસ્તક સેટ આપી મંચસ્થ મહેમાનો દ્વારા પ્રવેશ અપાયો હતો. આ ઉપરાંત ધોરણ- 3 થી 8ના તેજસ્વી બાળકો, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, CET, NMMS, PSE જેવી બાહ્ય પરીક્ષામાં પાસ થયેલ, 100 ટકા હાજરીવાળા બાળકો, શાળામાં દાન આપનાર દાતાઓનું મંચસ્થ મહેમાનોનું શાલ, પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ નગરપાલિકા પ્રમુખ બહેન અનિતાબેન પટેલ શાસનાધિકારી જયરામભાઈ જોશી, સી. આર. સી. ધીરજભાઈ સોલંકી ઉપરાંત બંને શાળાના એસ.એમ.સી. સભ્યો અરીબા ફાઉન્ડેશનના અનીસખાન પોલાદી તેમજ વાલીગણની ઉપસ્થિતિમાં સંપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યુ. સમગ્ર કાર્યક્રમનું આયોજન ગુલશનબેન બલોચ ચેતનાબેન સિદ્ધપુરવાલા શાળાના આચાર્ય મુસ્તુફાભાઈ મીર તેમજ મિહિરભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ થયુ.

Comments