આજ રોજ ,તા.12/01/2024ના દિવસે પ્રાથમિક કુમાર શાળા નંબર-1,સિદ્ધપુરમાં.. "શાળા"ના જન્મદિનની ઉજવણી કરવામાં આવી.શાળાએ આજે 130 વર્ષ પૂર્ણ કર્યા એ ઉજવણી અંતર્ગત શાળાના આચાર્યશ્રી. મુસ્તુફાભાઈ મીરના ઉમદા વિચારને અમલમાં મૂકી..સિદ્ધપુર અર્બન હેલ્થ સેન્ટરની ટીમ દ્વારા શાળાના તમામ બાળકોના બ્લડ ગ્રુપ ચેક કરાયા અને હેલ્થ કાર્ડ પી.એમ જય યોજનાના કાર્ડ કાઢી આપવામાં આવ્યા.રોયલ ગ્રુપના બાળકોના ડોક્ટર જયેશ સુથારએ શાળાના બાળકોને ચેકઅપ કરેલ શાળાના પરિવાર તરફથી બાળકોને શિયાળુ ભોજન એવા તુવેર ઠોઠાની મોજ કરાવવામાં આવી,ત્યારબાદ માનનીય શાસનાધિકારી સાહેબશ્રી. જે.ડી.જોષી સાહેબના અધ્યક્ષતા હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા..જેમાં બાલવાટીકાથી લઈ ધોરણ 8 સુધીના બાળકોએ સુંદર મજાના અભિનય ગીતો,એકપાત્રીય અભિનય,સ્વાગત ગીત ,નાટીકા ,બર્થડે સોન્ગ રજૂ કર્યા જે ખરેખર અદ્ભૂત હતા.આ ભૂલકાઓનો ઉત્સાહ વધારવા...શાળાને વિવિધ દાતાઓ તરફથી દાન મળ્યું.આ કાર્યક્રમ માં જેમના પુત્રના નામ પરથી શાળાનું નામ છે એવા શહીદવીર ચિરાગભાઈના માતૃશ્રી. પુષ્પાબેન પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોનો તેમજ શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો.અને શાળામાં એમણે દાન પણ આપ્યું.સમગ્ર કાર્યક્રમમાં સી.આર સી.સાહેબશ્રી.,સિદ્ધપુર ઘટક સંઘના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી.,SMC કમિટીના અધ્યક્ષશ્રી.,શિક્ષકો,મોટી સંખ્યામાં વાલીઓ,ભૂતપૂર્વ વિધાર્થીઓ, ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો.અંતે શ્રી.ગુલશનબેન બલોચ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમમાં શહીદવીર ચિરાગ ચૌહાણ પ્રાથમિક કુમાર શાળા નંબર-1,સિદ્ધપુર ના શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો અને શાળાના જન્મદિનની યાદગાર ઉજવણી કરી.જયહિંદ... શહીદ ચિરાગભાઈને શત શત નમન.

Comments