આદરણીય વાલીશ્રી આજરોજ ગત વર્ષે શાળામાં 100% હાજરી નોંધાયેલ બાળક હર્ષિલ તુલસીભાઈ પરમાર જેને આજરોજ તેના પરિવાર સાથે હોટલમાં જમવા માટે લઈ ગયેલ. આજે એ વાતનો આનંદ હતો કે એક બાળક પોતાની 100%હાજરીથી પોતાના માતા પિતાને હોટલમાં જમવા લઈને આવ્યો આપનું બાળક પણ 100% શાળામાં હાજર રહેશે તો તેને પણ પરિવાર સાથે આ વર્ષે હોટલમાં જમવા લઈ જઈશ. આ અભિયાન ચલાવવાનો આશ્રય એક જ છે કે બાળક શાળામાં 100% હાજર રહે શાળામાં હાજર હશે તો ભણશે અને પોતાનું ભવિષ્ય બનાવશે વાલીશ્રીઓને પણ નમ્ર વિનંતી છે કે આપના બાળકને દરરોજ શાળાએ મોકલો. હર્ષિલ તેમજ તેના પરિવારને ખુબ ખુબ અભિનંદન ખૂબ જ આનંદ થયો આજે તેમની સાથે જમતા આભાર પરિવારનો....💐💐💐

Comments