Posts

આદરણીય વાલીશ્રી આજરોજ ગત વર્ષે શાળામાં 100% હાજરી નોંધાયેલ બાળક હર્ષિલ તુલસીભાઈ પરમાર જેને આજરોજ તેના પરિવાર સાથે હોટલમાં જમવા માટે લઈ ગયેલ. આજે એ વાતનો આનંદ હતો કે એક બાળક પોતાની 100%હાજરીથી પોતાના માતા પિતાને હોટલમાં જમવા લઈને આવ્યો આપનું બાળક પણ 100% શાળામાં હાજર રહેશે તો તેને પણ પરિવાર સાથે આ વર્ષે હોટલમાં જમવા લઈ જઈશ. આ અભિયાન ચલાવવાનો આશ્રય એક જ છે કે બાળક શાળામાં 100% હાજર રહે શાળામાં હાજર હશે તો ભણશે અને પોતાનું ભવિષ્ય બનાવશે વાલીશ્રીઓને પણ નમ્ર વિનંતી છે કે આપના બાળકને દરરોજ શાળાએ મોકલો. હર્ષિલ તેમજ તેના પરિવારને ખુબ ખુબ અભિનંદન ખૂબ જ આનંદ થયો આજે તેમની સાથે જમતા આભાર પરિવારનો....💐💐💐

કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ પ્રાથમિક કુમાર શાળા નં-1 ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં પાટણ ડી.ઓ કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રીમતી અનિષાબેન પ્રજાપતિ સિદ્ધપુર શાસનધિકારી શ્રી જયરામભાઈ જોશી સાહેબ લાઇઝન અધિકારી તરીકે સીઆરસી સાહેબ શ્રી ધીરજભાઈ તેમજ એસ.એમ.સી અધ્યક્ષ હર્ષદભાઈ ઉપસ્થિત રહેલ વાલીઓ તેમજ દાતાઓ મોટી સંખ્યામાં હાજર રહેલ કેતુલભાઇ મહેસાણા વાળા તરફથી શાળાના બાળકો માટે એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરેલ....