Posts

આજ રોજ શાળામાં એસ.એમસી અધ્યક્ષશ્રી આસિમભાઈ કુરેશી દ્વારા તેમની બેબી એનાફાતેમા ા જન્મદિન નિમિત્તે શાળાના બાળકોને કેક તેમજ તિથિ ભોજન આપેલ. શાળા પરિવાર એ બાળકીને દુવાઓ સાથે ગિફ્ટ આપી શાળા પરિવાર એ આસિમભાઈનો આભાર માન્યો

આજરોજ 78 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી શાળા કક્ષાએ કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે ગોવિંદભાઈ પટણી ને આમંત્રણ આપવામાં આવ્યું એમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું શાળાની દરેક બાબતોમાં હંમેશાં મદદરૂપ થતાં એવા ગોવિંદભાઈના હસ્તે ધ્વજ વંદન કરીને શાળા પરિવાર ખુશીની લાગણી અનુભવે છે ધોરણ 1 ના બાળકોએ ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો

હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજ રોજ શાળામાં ચિત્ર સ્પર્ધા તેમજ રંગોળી સ્પર્ધાનું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ.

આજરોજ તારીખ 08/08/2024 ના રોજ બાલવાટિકા તેમજ ધોરણ-1 માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શ્રી અરુણાબેન મણીલાલ પટેલ તેમના પિતા મણિલાલ પટેલના અવસાન નિમિત્તે બાળકોને શાળામાં તિથિ ભોજન આપેલ. તિથિ ભોજનમાં મોહનથાળ, શાક, પુરી,પાપડ,દાળ, ભાત આપવામાં આવેલ શાળાના કુલ 216 બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો.