Posts

આજરોજ શાળામાં આરોગ્ય તપાસણી કરવામાં આવી જેમાં કોઈ બીમારીથી પીડાતા બાળકોને સિવિલની અંદર કાર્ડ કાઢીને તપાસણી માટે મોકલવામાં આવ્યા..

આજ રોજ શાળા માં બાળમેળો યોજાયો.જેમાં આચાર્ય મુસ્તુફાભાઈના જણાવ્યા મુજબ બેગલેસ દિવસ ના ભાગ રૂપે ધોરણ 1 થી 5 ના શિક્ષિકા બહેનો ચેતનાબેન,નિકિતાબેન, રંજનબેન ના આયોજન મુજબ બાળમેળા આધારિત પ્રવુતિ કરી કે બાળવાર્તા.મુકઅભિનય. રંગપુરણી .ચીટક કામ .રંગકામ.ચિત્રકામ.ગડીકામ.માટીકામ.છાપકામ. વેશભૂષા.કાતરકામ.આ પ્રવુતિ દરમ્યાન બાળકોની જિજ્ઞાસાને વેગવંતી બનાવવામાં આવી.બાળકો ને મજા આવી વાલીઓ પણ ખુશ થયા.

આજરોજ શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે શિક્ષકો દ્વારા પ્રેરણાત્મક પ્રવચન આપવામાં આવ્યા બાળકોએ પણ શિક્ષકોની પૂજા અર્ચના કરી..