Posts

આજ રોજ શાળામાં કલા ઉત્સવ કાર્યક્રમ યોજવામા આવેલ જેમાં શાળાના બાળકોએ ભાગ લીધો

આજ રોજ શાળામાં ચંદ્રયાન -3 લોન્ચ ટેલીકાસ્ટ જોવામાં આવ્યું શાળાના બાળકોએ અદભુત નજારો નિહાળ્યો. શાસનધિકારી સાહેબ પણ ઉપસ્થિત રહેલ

આજ રોજ ગુરુપૂર્ણિમા ના દિવસે બાળકોમાં સેવાભાવના આવે તે માટે શાળાની બહાર એક ઠંડા પાણીની પરબ બનાવી જેમાં શાળાના બાળકો શાળામાં આવેલ ઠંડા પાણીના કૂલર માંથી પાણી ભરી દરરોજ શાળા બહાર પરબ માં મૂકશે આવતા જતા રાહદારીઓ માટે આ વ્યવસ્થા કરવામાં આવી.....

આજ રોજ શાળામાં ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી.બાળકો માતા પિતા ની પૂજા કરી શાળામાં આવ્યા શાળામાં શિક્ષકો ની પૂજા કરી....

21 જૂન શાળામાં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં અસ્મિતા બહેન પટેલે યોગ વિશે સારી એવી માહિતી આપી..બાળકો સાથે સ્ટાફે પણ યોગ કરેલ..

શાળા ના સિનિયર બહેન મધુબેન શિવલાલ ગુર્જર 30/06/2023ના રોજ વિદાય લીધી પ્રજ્ઞા વર્ગનું કામ ખૂબ જ સારું કરતા હતા..તેમને સત્ર નો લાભ આપવામાં આવેલ છે તેમની સાથે વિતાવેલા સમયને હમેશા યાદ રાખીશું