Posts

આજરોજ શાળાના બાળકોને લઈને એક શૈક્ષણિક પ્રવાસ કરવામાં આવેલ જેમાં વિજ્ઞાનનો હબ એવું ડાયનોસર પાર્કની મુલાકાત લેવામાં આવી બાળકોને વિજ્ઞાન વિષયક વધુ માહિતી પ્રાપ્ત થાય તે હેતુથી આયોજન કરવામાં આવેલ.

આજરોજ શાળામાં માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં માતૃભાષાના મહત્વ વિશે બાળકોને સમજ આપવામાં આવી તેમજ બાયસેગના માધ્યમથી બાળકોએ માતૃભાષા દિનની ઉજવણી નો કાર્યક્રમ નિહાળેલ

આજ રોજ મારા પુત્રન મોસમ નાા જન્મ દિવસ નિમિત્તે શાળા ના બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું

આજરોજ 14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ના નિમિત્તે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે અર્થે વેલેન્ટાઈન ડે ની જગ્યાએ માતૃ પિતૃ પૂજન ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું બાળકોએ પોતાના વિસ્તારમાં જઈને શાળા પરિવાર સાથે માતા પિતાનું પૂજન કર્યું અને તેમના આશીર્વાદ લીધા ખરા અર્થમાં વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરી આ નિમિત્તે એસએમસી અધ્યક્ષ તેમજ એસએમસી સભ્યો ઉપસ્થિત રહેલ